Friday, September 23, 2011

Poem- raakh na ramakada

રાખનાં રમકડાં
મ્હારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને
ભાખ્યાં રે-
રાખનાં રમકડાં
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મ્હારું, આ ત્હારું કહીને એકબીજાને ભાંડે રે
રાખનાં રમકડાં
હે... કાચી માટીની કાયા સાથે
માયા કેરા રંગ લગાયા (૨)
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં, ત્યાં તો વીંજણલા વીંઝાયા રે!
રાખનાં રમકડાં
અંત અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી
તનડા ને મનડાની વાતો આવી તેવી ગઈ!
રાખનાં રમકડાં
-અવિનાશ વ્યાસ

No comments:

Post a Comment