Monday, March 30, 2015

ફુલટાઈમ વાલીઓનું અરજીપત્રક…



જોઈએ છેએક ફુલટાઈમ વાલી !
લાયકાત  જે બાળકને બાળકતરીકે જ જોઈ શકે, વાંચી શકે, સાંભળી શકે અને સમજી શકે. વિશેષ કૌશલ્ય ઃ જો કાળજી લેવાની આવડત હોય તો અગ્રતા અપાશે. ઉંમર ઃ ઉંમરનો કોઈ બાધ નથી, માત્ર બાળક સાથે હોય ત્યારે તેની ઉંમરનાં લાગવા જોઈએ. અનુભવ ઃ જીવનમાં બાળપણની મોજનો અનુભવ આવશ્યક છે. પગાર ધોરણ ઃ ઘર અને જીવન છલોછલ ભરાઈ જાય તેટલો આનંદ મળશે. ખાસ નોંધ ઃ લાગણીની લાયકાત ધરાવતા ન હોય તેવા લોકોએ અરજી કરવી નહીં. અરજી મોકલવાનું સરનામું ઃ તમારાં ઘરનું જ લખી નાખો…!?

No comments:

Post a Comment