ઊંઘ આવે ક્યાંથી બાળકને
ઊંઘ આવે ક્યાંથી
બાળકનેય બિછાને હવે?
વારતા એકેય આવડતી નથી
બાને હવે..
એ પ્રભાતી બાળપણ, યૌવનની એ તપતી પળો,
યાદ આવે સાંજના આ વૃદ્ધ
તડકાને હવે..
તેં હવામાં શિલ્પ
કંડાર્યાનું ક્યાં એને કહ્યું!
સ્હેજ પણ ધરતી ઉપર
ગમતું નથી પીંછાને હવે..
સૂર્યનું રણસિંગુ
ફૂંકાઈ ચૂક્યું છે ચોતરફ,
ચાલ, ડાહ્યો થઈ બુઝાવી નાખ
દીવાને હવે..
ચીસ મારી સંભાળીને પહાડ
પણ ધ્રૂજી ઊઠ્યા,
કેમ પડઘાવું નથી
સમજાતું પડઘાને હવે..
- અનિલ ચાવડા
આપણે
લાગણીઓ છોડીને પરિવર્તન પકડવા નિકળ્યા છીએ. તેથી
અનિલ ચાવડાની કેટલીક પંક્તિઓને નવેસરથી લખતા :
'ઊંઘ આવે ક્યાંથી બાળકનેય બિછાને હવે?
વારતા એકેય આવડતી નથી બાને હવે...
ઘરડી ડોશી અને પરીેઓ તો બહુ દૂરની વાત,
'મામા નું ઘર કેટલે' પણ ક્યાં
યાદ છે બાને હવે...
હાલરડા ઓનલાઈન અને પારણા ઓટોમેટિક મળે છે,
વોટ્સએપમાં વસતી ને ફેસબુકમાં ફરતી બાને હવે...
'ઊંઘ આવે ક્યાંથી બાળકનેય બિછાને હવે?
વારતા એકેય આવડતી નથી બાને હવે...'
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home