Thursday, September 1, 2016

જીવનની વાસ્તવિકતા


બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાં નથી મળતા મહોબ્બતના પૂરાવાઓ

ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહી શકે.

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેનો અધિકાર હોય છે.

હું ખૂદ અગર પીઉ તો ભયંકર ગુનો બને, આ દુનિયાના લોક રોજ મને ઝેર પાય છે .

કર મારા હૃદયના ઊભરા એકઠા તું હરીફ, દરિયાનું ફીણ પણ અહીં દરિયો ગણાય છે.

કહો દુશ્મનને દરિયાની જેમ હું પાછો જરૂર આવીશ, એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે.

આ દુનિયાના લોક, આ દુનિયાની રીત, કદી સાચા માણસની ફાવે નહી, જીવો તો કરે દાટવાને જ વાત, મરો તો દફન કરવા આવે નહી.

ભવ્ય એક કલ્પનાસૃષ્ટિને ઊલેચી નાખી, આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી.
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

No comments:

Post a Comment