Thursday, March 7, 2019

मधुराष्टकम्


ॐ श्रीगणेशाय नमः मधुराष्टकम्
अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। 
हदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्॥१॥
શ્રી કૃષ્ણના મધુર મુખ પર આવેલ મધુર હાસ્ય વડે તેમના  હોઠ અને આંખો દ્વારા માધુર્ય છલકાય છે. તેના દર્શનથી ભક્તોના મધુર હૃદયની ગતિ પણ મધુર થઇ જાય છે. (દર્શનથી ભક્તો પુલકિત થઇ જાય છે) આમ આ સૃષ્ટિ પરના સકળ  માધુર્યના અધિપતિ (રાજા) શ્રી કૃષ્ણનું સર્વસ્વ મધુર છે.  
वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरम्। 
चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्  ॥२॥
શ્રી કૃષ્ણના ભક્તો, શ્રી કૃષ્ણની મધુર વાતો, મધુર ચરિત્રો, તેમના મધુર (સુંદર) વસ્ત્રો, તેમના મરોડદાર મધુર અંગો વડે તેઓ જે મધુર ભ્રમણ કરે છે તેનું ગાન કરતા કહે છે કે આ સૃષ્ટિ પરના સકળ માધુર્યના અધિપતિ (રાજા) શ્રી કૃષ્ણનું સર્વસ્વ મધુર છે.   
वेणुर्मधुरो रेणुर्मधुर: पाणिर्मधुर: पादौ मधुरौ। 
नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्॥३॥ 
શ્રી કૃષ્ણ જયારે પોતાના મધુર હાથોમાં પોતાની મધુર વાંસળી પકડી પોતાના મધુર પગ પૃથ્વિ પર મૂકે છે ત્યારે પૃથ્વિ ની તમામ રજકણો મધુર થઇ જાય છે. વળી શ્રી કૃષ્ણ જ્યારે મધુર નૃત્ય કરે છે ત્યારે તેમનો સાથ ગોપીઓને મધુર લાગે છે. આમ આ સૃષ્ટિ પરના સકળ  માધુર્યના અધિપતિ (રાજા) શ્રી કૃષ્ણનું સર્વસ્વ મધુર છે.      
गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरम्। 
रुपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्॥४॥
શ્રી કૃષ્ણના મધુર ગીતોનું મધુર પાન કરીને ભક્તોને મધુર ભોજન કર્યાનો આનંદ થાય છે તેથી તેઓ મધુર નિન્દ્રાનો અનુભવ કરે છે અને તેઓ શ્રી કૃષ્ણના મધુર રુપના ઓવારણા લઈને મધુર તિલક કરી કહે છે કે આ સૃષ્ટિ પરના સકળ  માધુર્યના અધિપતિ (રાજા) શ્રી કૃષ્ણનું સર્વસ્વ મધુર છે.
करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरम्।
 वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥५॥
શ્રી કૃષ્ણના ભક્તોને શ્રી કૃષ્ણના મધુર (સેવા) કાર્યો કરવાથી આ સંસાર સાગરમાં તરવુ મધુર લાગે છે. શ્રી કૃષ્ણ તેમના તમામ દુન્યવી સુખોનું મધુરતાથી હરણ કરી લે છે તો પણ શ્રી કૃષ્ણના ભક્તોના તન-મનમાં મધુર આનંદ થાય છે. અને તેઓ શ્રી કૃષ્ણના ચરિત્રો નુ વર્ણન મધુર ઉદ્ ગારો થી કે પછી મધુર શાંતિથી કરે છે કારણકે આ સૃષ્ટિ પરના સકળ  માધુર્યના અધિપતિ (રાજા) શ્રી કૃષ્ણનું સર્વસ્વ મધુર છે.       
गुन्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा। 
सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥६॥
મધુર લહેરો વાળા મધુર યમુનાના મધુર પાણીમાં ઉગેલા મધુર કમળોની મધુર કળીઓની મધુર માળા શ્રી કૃષ્ણએ પહેરેલી છે. તેવા આ સૃષ્ટિ પરના સકળ  માધુર્યના અધિપતિ (રાજા) શ્રી કૃષ્ણનું સર્વસ્વ મધુર છે.  
गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरम्। 
दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्॥७॥ 
મધુર ગોપીઓ સાથે શ્રી કૃષ્ણએ કરેલી લીલા મધુર છે. ગોપીઓને શ્રી કૃષ્ણનો સંયોગ મધુર લાગે છે અને વિયોગ પણ મધુર લાગે છે. કારણકે વિયોગમાં ગોપીઓને તેમનું મધુર ચિંતન (નિરિક્ષણ) કરવામાં કોઇ મધુર શિષ્ટાચાર કરવો પડતો નથી કારણકે આ સૃષ્ટિ પરના સકળ  માધુર્યના અધિપતિ (રાજા) શ્રી કૃષ્ણનું સર્વસ્વ મધુર છે.  
गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा। 
दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्॥८॥
શ્રી કૃષ્ણ જ્યારે મધુર ગોવાળો સાથે મધુર ગાયો ને ચરાવવા મધુર લાકડી લઈને ચાલે છે ત્યારે સૃષ્ટિ મધુર લાગે છે. શ્રી કૃષ્ણનો ભાર પૃથ્વિને  મધુર લાગે છે તેથી તે દબાયેલી હોવા છતા ફળદ્રુપ બની મધુર ફલ આપે છે કારણકે આ સૃષ્ટિ પરના સકળ  માધુર્યના અધિપતિ (રાજા) શ્રી કૃષ્ણનું સર્વસ્વ મધુર છે.

ઇતિ શ્રીમદ્ વલ્લભાચાર્ય વિરચિતં મધુરાષ્ટ્કમ સંપૂર્ણમ

No comments:

Post a Comment