કરારવિન્દેન પદારવિન્દં
કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ્ ।
વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દમં મનસા સ્મરામિ ॥ ૧॥
કરકમળથી ચરણકમળને મુખકમળમાં મૂકનારા અને વડના પાનના પડિયામાં સૂતેલા એવા શ્રી બાલમુકુન્દ ભગવાનનું હું મનથી સ્મરણ કરું છું.
શ્રી કૃષ્ણ ગોવિન્દ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ ।
જિહ્વે પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ॥ ૨॥
હે જીભ! તું ‘હે કૃષ્ણ ! હે ગોવિન્દ ! હે હરિ ! હે મુરારિ ! હે નાથ ! હે નારાયણ ! હે વાસુદેવ ! વળી હે ગોવિન્દ ! હે દામોદર ! હે માધવ !’ એ જ અમૃતનું પાન કર. ( એ જ નામોનો જપ કરતી રહે.)
વિક્રેતુકામા કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃત્તિ: ।
દધ્યાદિકં મોહવશાદવોચદ ગોવિન્દ દામોદર માધવેતિ ॥ ૩॥
દહીં વગેરે વેચવાની ઈચ્છાવાળી (પણ) પ્રભુચરણોમાં અર્પણ કરેલી ચિત્ત્વૃત્તિવાળી ગોપકન્યા પ્રભુચરણના મોહને લીધે ‘હે ગોવિન્દ ! હે દામોદર ! હે માધવ !’ એમ બોલે છે.
ગૃહે ગૃહે ગોપવધૂકદમ્બા: સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ્ ।
પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિન્દ દામોદર માધવેતિ ॥ ૪॥
ઘેર ઘેર ગોપસ્ત્રીઓનાં જૂથો સાથે મળીને ‘હે ગોવિન્દ ! હે દામોદર ! હે માધવ !’ એવા પવિત્ર નામોનો હંમેશા પાઠ કરે છે.
સુખં શયાના નિલયે નિજેऽપિ નામાનિ વિષ્ણો: પ્રવદન્તિ મર્ત્યા: ।
તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ ગોવિન્દ દામોદર માધવેતિ ॥ ૫॥
પોતાના ઘરે આરામથી સૂતા સૂતા પણ મૃત્યુલોકના માનવીઓ ‘હે ગોવિન્દ ! હે દામોદર ! હે માધવ !’ એવા વિષ્ણુ ભગવાનના નામોનો જપ કરીને ખરેખર તન્મયતાને પામે છે.
જિહ્વે સદૈવ ભજ સુન્દરાણિ નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ ।
સમસ્ત ભક્તાર્તિવિનાશનાનિ ગોવિન્દ દામોદર માધવેતિ ॥ ૬॥
હે જીભ ! તું સદા શ્રીકૃષ્ણનાં ‘હે ગોવિન્દ ! હે દામોદર ! હે માધવ !’ એવા ભક્તોનાં સર્વ દુ:ખોનો નાશ કરનારાં સુંદર અને મનોહર નામો ભજતિ રહે.
સુખવસાને ઈદમેવ સારં દુ:ખાવસાને ઈદમેવ જ્ઞેયમ્ ।
દેહાવસાને ઈદમેવ જાપ્યં ગોવિન્દ દામોદર માધવેતિ ॥ ૭॥
‘હે ગોવિન્દ ! હે દામોદર ! હે માધવ !’ એ પ્રભુના નામો સુખના સમયે ખરો સાર છે; તેમજ દુ:ખના સમયે પણ એ જ નામ જાણવા યોગ્ય છે અને દેહના પ્રયાણકાલે પણ એ જ નામો જપવા યોગ્ય છે.
શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણો ।
જિહ્વે પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ॥ ૮॥
હે જીભ! તું ‘હે કૃષ્ણ ! હે રાધાવર ! હે ગોકુલેશ ! હે ગોપાલ ! હે ગોવર્ધનનાથ ! હે વિષ્ણુ !’ વળી હે ગોવિન્દ ! હે દામોદર ! હે માધવ !’ એ જ અમૃતનું પાન કર. ( એ જ નામોનો જપ કરતી રહે.)
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home