કોર્ટ-કાયદાની દુનિયામાં ગઝલ gujarat samachaar shatdal 14/5/2014
વાત વાતે કાયદો બધ્ધાએ દેખાડયો હતો,
કોઈએ અક્ષરશઃ ક્યાં કાયદો વાંચ્યો હતો.
ત્યારથી પ્રત્યેક પોલિસ સ્ટેશને એ ચોર છે,
ચોકલેટ ચોરી અને જે છોકરો ભાગ્યો હતો.
કસ્ટડીમાં એ મરણ પામ્યો ને સરઘસ નીકળ્યા,
શખ્સ એ મૃત્યુ પછી નિર્દોષ દેખાયો હતો.
ઘર ઘરેણાં જાત વેચી સર્વનાં ખીસ્સાં ભર્યા,
તોય મોંઘો ન્યાય બહુ સસ્તામાં વેચાયો હતો.
પેટ જીવનભર ભર્યું સોગંદ ગીતાના ખઈ,
રોજ સાક્ષી કોર્ટમાં ફરતો જે દેખાયો હતો.
સાંજને સમજાવતી'તી સૌ દલીલો સાનમાં,
કોટ કાળો મૂળમાં સૂરજનો પડછાયો હતો.
- રાજેશ વ્યાસ મિસ્કીન.
જ્યારે આપણને અન્યાય થતો હોય ત્યારે વાત કાયદાની કરતા હોઈએ છીએ. કાયદેસર આમ થવું જોઈએ અને આમ ના થવું જોઈએ. વાતે વાતે આપણે ચારેબાજુ લોકોને કાયદા દેખાડતા જોઈએ છીએ. એક દિવસ વિચાર આવ્યો કે આ કાયદાના પુસ્તકો કોઈએ અક્ષરશઃ વાંચ્યા હશે ખરા? કાયદાના બધાં પુસ્તકો કેવા હશે? એક સામાન્ય માનવી તરીકે મેં જોયું છે કે વકીલનું ઘર એટલે દિવાલની ત્રણેય બાજુ એકસરખા દળદાર ગ્રંથોના ભાગ (ર્ફનેસી) પણ પછી જાણ્યું કે બધા વકીલોએ પણ બધા કાયદા ન વાંચ્યા હોય. દીવાની કાયદો અને ફોજદારી કાયદો એમ બે ભાગ પડે. પાછા ફોજદારી કાયદામાં Indian pinal code. (IPC), criminal procedure, Prevention of corruption Act એવું બધું આવે. ઈપૈગીહબી છબા બંનેમાં કોમન છે. ઈપૈગીહબી છબાની કોમેન્ટ્રી જ્હોન વુડ્રોફે લખી છે જે ૪ ર્ફનેસીમાં છે. મને આ જ્હોન વુડ્રોફે બહુ ખેંચેલો છે. ઈપૈગીહબી છબાની કોમેન્ટ્રીમાં જ્હોન વુડ્રોફે જે કમાલ કરી છે એવી જ કમાલ એક વિશિષ્ટ દર્શન ભારતની શાક્ત પરંપરા માતાજીની ઉપાસનામાં પ્રવૃત્ત થઈને કરી છે. બહુ ઓછાને ખબર હશે કે વિશ્વ પ્રસિધ્ધ શાક્ત સંપ્રદાયના, કુંડલિની શક્તિના તેમણે ગ્રંથો લખ્યા છે. પરંતુ તેમાં જાણે તેમણે પોતાનું તખલ્લુસ ધારણ કર્યું છે આર્થર એવલોનના નામનું. કાયદાની દુનિયાના જ્હોન વુડ્રોફનું જે આદરણીય સ્થાન છે તેવું જ આદરણીય સ્થાન માતાજીના ઉપાસકોમાં તેમનું છે.
સિવિલ કાયદામાં પણ કેટલા બધા પુસ્તકો.. Civil Procedure code, Bombay land revenue code, Intellectual property Rights... શબ્દ સૂરના મેળામાં આ કઈ વાત ચાલુ થઈ ગઈ? વાતે વાતે આપણે જે કાયદો એકબીજાને દેખાડીએ છીએ કે દેખાડવા માંગતા હોઈએ છીએ તે અક્ષરશઃ ખરેખર ક્યાં વાંચ્યો હોય છે? કાયદાની અને કોર્ટની દુનિયામાં ગઝલકારની આંખે ડોકિયું કરી જોઈએ. અમિતાભ બચ્ચનના હાથ પર 'મેરા બાપ ચોર હૈ'એ ડાયલોગ લખેલો આપણા બધાના હૃદયને સ્પર્શી ગયેલો છે. ક્યારેક એક નાનકડા ગુનાને કારણે ખૂબ મોટી સજા મળે છે અને એ જ જીવનભર ચોર બની જાય છે. માત્ર એક ચોકલેટની ચોરીમાં પકડાયેલો એક છોકરો હવે દરેક પોલીસ સ્ટેશને રીઢા ચોર તરીકે જાણીતો છે, કેવી કરૃણતા?
અને ક્યારેક ખૂબ મોટો ગુનો કર્યો હોય અને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હોય અને પછી એ માણસ એનાથી મોટો ગુનેગાર બની જાય છે.
ગુનાહ કરનેવાલે ઈતને બૂરે નહીં હોતે,
ન સજા દેકે અદાલત બીગાડ દેતી હૈં.
- રાહત ઈન્દોરી.
ક્યારેક કસ્ટડીમાં, પોલીસ રીમાન્ડમાં માણસ માર ખાઈને મૃત્યુ પામે. એ નિર્દોષને ન્યાય મળે એ માટે એના કુટુંબીજનો ઠેર-ઠેર વિનંતીઓ કરે, સભાઓ ભરાય, સરઘસો નીકળે અને ત્યારે એ મરનાર માણસ મૃત્યુ પછી નિર્દોષ દેખાતો હોય છે.
હવેની પંક્તિઓ જરાક બારીકીથી જોવા જેવી છે. નાની કોર્ટથી શરૃ થયેલી ન્યાયની વાત માટે કોઈ છેક મોટી કોર્ટ સુધી પહોંચતા-પહોંચતા લગભગ ખુવાર થઈ ગયું હોય છે. ઘર વેચવું પડયું હોય, ઘરેણાં વેચવા પડયા હોય અરે જીંદગીભર માટે જાત પણ વેચી હોય અને સૌના ખીસ્સા ભરવા પડયા હોય, પછી ન્યાય મળે અને ત્યારે કોઈ તેને ખાનગીમાં કહેતું હોય કે ભલે તને ન્યાય મોંઘો લાગ્યો પણ તોય સરવાળે સસ્તો પડયો છે. અમુક નાની કોર્ટોમાં તો સાંભળ્યું છે સાક્ષીઓ પણ વેચાતા મળતા હોય છે. રોજ ભગવદ્ ગીતાના સોગંદ ખાઈને સાક્ષીઓ તરીકે સહી કરીને ઘરનું ગુજરાન ચલાવતા માણસો પણ છે અને આ લોકો રોજ કોર્ટમાં માત્ર ગુજરાન માટે બંને રીતે ફરતા દેખાય છે. સતત નજરે પણ ચઢે છે અને ફરી પણ જાય છે.
આખો દિવસ જે કોર્ટ ધમધમતી હોય છે એ સાંજે સાવ સૂની થઈ જાય છે. માણસોની જ્યાં ભીડ હતી, અવાજો હતા ત્યાં ચૂપકીદી છવાઈ ગઈ હોય છે. અહીં કવિને એ ચૂપકીદીમાં વાદી-પ્રતિવાદીની દલીલો સંભળાય છે. છયિેી દલીલો એ એક કલા છે. બશીર બદ્રની ભાષામાં કહું તો એક 'હુનર' છે. આ બધી દલીલો ઢળતી સાંજને સમજાવતી હતી કે સૂરજનો પડછાયો કદી નથી હોતો, સૂરજને પડછાયો પડતો જ નથી. સૂરજના તડકામાં ભલભલી ચીજના પડછાયા પડે છે. સત્યના સૂરજનો કોઈ પડછાયો કહેવો હોય તો તે આ કાળો કોટ કહી શકાય.
બાળપણમાં વાંચેલી એક વાર્તા યાદ આવે છે. એક ચોરને કોર્ટ દ્વારા ફાંસીની સજા ફરમાવવામાં આવે છે તેને પૂછવામાં આવે છે કે તારે કોઈને મળવું છે? અને તે ગુનેગાર કહે છે કે હા, મારી માતાને મળવું છે. માતા એ ગુનેગારને મળવા જાય છે. ગુનેગાર એ માતાનું નાક કાપી નાંખે છે. ચારેબાજુ હાહાકાર મચી જાય છે. તેણે આમ કેમ કર્યું તેનું કારણ પૂછવામાં આવે છે. ગુનેગાર તેની માતાને કહે છે કે બાળપણથી હું નાના-મોટા ગુનાહો કરતો હતો. તેં મને એકાદવાર પણ રોક્યો હોત કે અટકાવ્યો હોત તો આજે આ દિવસ ના આવત. એક તાજી ગઝલ રજૂ કરું છું.
કોઈને કોઈ ફિકરમાં જાગવાનું હોય છે,
જાય ઘર ઉંઘી ને ઘરમાં જાગવાનું હોય છે.
એકલા, સૂના નગરમાં જાગવાનું હોય છે,
કોઈ ખૂશ્બુની ખબરમાં જાગવાનું હોય છે.
હો યુવાની કે બૂઢાપો હોય છો કારણ અલગ,
સાવ બેબસ હરઉમરમાં જાગવાનું હોય છે.
કૈંક સપનાઓ મઝાના આંખમાં ઘેરાય પણ,
જાય ના તૂટી એ ડરમાં જાગવાનું હોય છે.
ટ્રેન હો કે પ્લેન એથી કૈં ફરક પડતો નથી,
રાતની સઘળી સફરમાં જાગવાનું હોય છે.
કોઈનું મળવું અચાનક એક વેળા બે ઘડી,
ઉમ્રભર એની અસરમાં જાગવાનું હોય છે.
થાક તો લાગે વધારે ઉંઘવું સારું નહીં,
એ પછીથી ક્યાં કબરમાં જાગવાનું હોય છે.
એય સાચું કે શિખર પર કોઈ ના ઉંઘી શકે,
એય સાચું ચઢ-ઉતરમાં જાગવાનું હોય છે.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home