મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા
કરે
શુભ થાઓ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.
ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયુ મારૂ નૃત્ય કરે
એ સંતોના ચરણ કમળમાં મુજ
જીવનનો અર્થ રહે.
કરૂણા ભીની આંખોમાં થી
અશ્રુનો શુભ સ્તોત્ર વહે મૈત્રી...
મારગ ભુલેલા જીવન પથિકને
મારગ ચીંધવા ઊભો રહુ,
કરે ઉપેક્ષા એ મારગની તો
યે સમતા ચિત્ત ધરૂ.
ચિત્ર ભાનુની ધર્મ ભાવના
હૈયે સહુ માનવ લાવે,
વેર ઝેર ના ભાવ ત્યજી ને
મંગલ ગીતો ને ગાવે મૈત્રી....
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home