હે ભગવાન !!!
હે ભગવાન તારા બનાવેલા આજ તુજને બનાવે છે!
તને પૂછ્યા વિના કરોડોના હાર પહેરાવે છે.
એમાં તારા મૌનને અમે હા સમજીએ છીએ.
સત્તર પકવાન અમે સૌ! તારા ચરણમાં ધરીએ છીએ.
તારા દ્વારે ઊભા શિશુ એના (પકવાનના) દર્શનની રાહ
જુએ છે.
કથાઓ સતયુગના વખતની થાય છે તોય એમની ગરીબી ક્યાં
જાય છે.
હે ભગવાન તારા નામે દલાલો એમના ભંડારા ભર્યે જાય
છે.
નથી તારે દીકરા-દીકરી પરણાવવા, નથી તેમને ધંધે
વળગાડવા
નથી ભણાવવા તારે કોઈને, તો પછી ભંડારા
લૂંટાવવામાં તારુ શું જાય છે?
સ્વીસ બેંકના પૈસા, ક્યારે આવશે કોને ખબર!
તારા ભંડારો ધરી દે ભારત માતને!
પળવારમાં જામેલી ગરીબી ભાગે તારી હાકથી
પણ નહી કરવા દે, પંડા તુજને આ બધુ એનું તુજને
ભાન છે?
કરોડો અબજોના મંદિર તારે શું કામના લોકોને રહેવા
નાનું ઘર નથી.
એનુ તુજને ભાન છે? ખોટુ ના લગાડતો તું
તારા દંભી ભક્તોને જગાડવાનો આ નાનો પ્રયાસ છે
એમાં
હું નાપાસ થઈશ આ પરિણામની મને જાણ છે.
ગુણવંત
બી. શાહ
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home