સ્વીકારવાનું શાણપણ...
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી
ભાગ્ય રૃઠે કે રીઝે એની તમા તેને નથી -,
એ જ શૂરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી.
ખીલે તે કરમાય છે, સરજાય તે લોપાય છે
જે ચઢે, તે તે પડે એ નિયમ પલટાતા નથી.
- પ્રભુલાલ દ્વિવેદી
સમય બડો બળવાન છે,નહીં પુરુષ બળવાન
કાબે અર્જુન લૂંટિયો એ જ ધનુષ એ જ બાણ
સજ્જન આ સંસારમાં,ગર્વ છોડતાં શીખ
ભાગ્ય ફર્યું ત્યાં ભૂપતિ ભમતો માગે ભીખ
ધન જન સંપત સાહ્યબી, કાંઇ ન આવે સાથ
ઈશ્વરના દરબારમાં જાવું ખૂલ્લે હાથ
ડરવાનું દુષ્કર્મથી, એ જ જીવનનો સાર
મરવાથી ડરવું નહીં, મરવું એક જ વાર
હું પદથી હળવા થશો હું પદ કરો ન કો'ય
ધાર્યું આપણું ધૂળ છે. હરિ કરે સો હોય
પડતા પર પાટુ કદી દાઝયા ઉપર ડામ
દઈશ ના કોઈને કદી... એ દુર્જનનું કામ.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home