ઊચી નીચી થયા કરે
આભ નહિ નિર્મળ સદા, જીવન નહિ વણ કલેશ;
પણ તેનો ધરિયે નહિ, વિષાદ ઉરમાં લેશ.
ઊચી નીચી થયા કરે, જીવનની ઘટમાળ,
ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
જે ગમ્યુ તે મળ્યુ નહી અને જે મળ્યુ તે ગમ્યુ નહી. આ અભિગમ
થી હમેશા દુઃખ જ મળે છે.
જે મળ્યુ તે જ ગમ્યુ અને જે ન મળ્યુ તે ગમ્યુ નહી. આ અભિગમ
થી હમેશા સુખ જ મળે છે.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home