gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Monday, February 26, 2018

સૂર્યોદય


આપણે સૂર્યોદય સમયે ઉગતા સૂર્યની પૂજા કરીએ છીએ. અને સૂર્યાસ્ત સમયે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય આપીને સન્માન પૂર્વક વિદાય આપીએ છીએ.  કારણકે તેનો પ્રકાશ અને ગર્મી તેની પોતાની છે.
જ્યારે ચંદ્ર ગમે તેટલો સુંદર હોય અજવાળુ પણ ક્યારેક આપતો હોય પણ આપણે ચંદ્રોદય કે ચંદ્રાસ્ત નો ઉલ્લેખ પણ કરતા નથી કે તેની નોંધ પણ લેતા નથી. કારણકે તેની સુંદરતા, અજવાળુ કે શિતળતા સૂર્ય પાસેથી મેળવેલી છે. તેની પોતાની નથી.
તેથીજ ઉછીની મેળવેલી કોઇ પણ સિદ્ધિની ક્યારેય પ્રશંસા થતી નથી.
તેથી ઉગવુ તો સૂર્યની જેમ અને આથમવુ તો પણ સૂર્યની જેમ. કારણકે જ્યારે સૂર્ય આથમતો હોય છે ત્યારે ચંદ્ર ઉગતો હોય છે તો પણ કોઇ ઉગતા ચંદ્રની પૂજા કરતા નથી. એટલે ‘ઉગતાને સહુ પૂજે’ તે ઉક્તિ સાચી પડતી નથી. અને અસ્ત થતા સૂર્યની પણ ગરિમા એટલીજ છે જેટલી ઉદય પામતા સૂર્યની. કારણકે સૂર્ય તો સૂર્ય જ છે ચાહે ઉદય પામે કે અસ્ત થાય.
માટે ઉછીની રોશની કરતા જાતે મેળવેલી, કેળવેલી લાયકાત જ ગરિમામય છે. એટલે સહુ કોઇએ પોતાની લીટી લાંબી કરવા પ્રયત્નશીલ રહેવુ જોઈએ નહી કે બીજાની લીટી ટુંકી કરીને પોતાની લીટી લાંબી બતાવવાનો પ્રયત્ન કરવાથી તે તમારી બરાબરી કરી શકે તેમ છે તે તો તમે પોતેજ કબૂલ કરો છો. વળી જો તમારુ રબર સારી ગુણવત્તાનું નહી હોય તો તેની લીટી ભુંસાશે પણ નહી. માટે સારા રબર માટે નહી પણ સારી પેન્સિલ ખરીદવા માટે ખર્ચ કરવો.

Dr. Gnaneshwary

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home