છોડી દે ને આ બધુ સમયસર કરવાનુ
છોડી દે ને આ બધુ સમયસર કરવાનુ,
સમયસર ઉઠવાનુ ને સમયસર ઉંઘવાનુ,
સમયસર ભણવાનુ ને સમયસર રમવાનુ,
સમયસર ખાવાનુ ને સમયસર પીવાનુ,
છોડી દે ને આ બધુ સમયસર કરવાનુ.
સમયને ક્યાં કોઇ છે બાંધવાનુ? સમયને ક્યાં કોઇ છે રોકવાનુ?
ક્યાં છે નક્કી કેટલુ જીવવાનુ? ને ક્યાં છે નક્કી ક્યારે મરવાનુ?
બધુ એના સમયે જ છે થવાનુ, એમાં આપણુ કંઇ ક્યાં છે ચાલવાનુ?
તો છોડી દે ને આ બધુ સમયસર જીવવાનુ.
સૂરજનુ નક્કી છે ઉગવાનુ ને નક્કી જ છે આથમવાનુ,
ફૂલોનુ નક્કી છે ખિલવાનુ ને નક્કી જ છે કરમાવાનુ,
એમજ છે નક્કી જન્મવાનુ ને નક્કી જ છે મરવાનુ,
તો શા માટે જીદ કરે છે બધુ સમયસર કરવાનુછોડી દે ને આ બધુ સમયસર જીવવાનુ.
Dr. Gnaneshwary ડૉ. જ્ઞાનેશ્વરી
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home