જીવનની વાસ્તવિકતા
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાં
નથી મળતા મહોબ્બતના પૂરાવાઓ
ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ
એવી દેશે વિતાવી નહી શકે.
દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ
રહે છે જેનો અધિકાર હોય છે.
હું ખૂદ અગર પીઉ તો ભયંકર ગુનો બને, આ
દુનિયાના લોક રોજ મને ઝેર પાય છે .
કર મારા હૃદયના ઊભરા એકઠા તું હરીફ, દરિયાનું
ફીણ પણ અહીં દરિયો ગણાય છે.
કહો દુશ્મનને દરિયાની જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે.
આ દુનિયાના લોક, આ
દુનિયાની રીત, કદી સાચા માણસની ફાવે નહી, જીવો તો
કરે દાટવાને જ વાત, મરો તો દફન કરવા આવે નહી.
ભવ્ય એક કલ્પનાસૃષ્ટિને ઊલેચી નાખી, આજ મેં
લક્ષ્મીની તસવીરને વેચી નાખી.
આવીને
આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ
આટલો ન કોઈ બંધ દ્વાર દે. Labels: કહો દુશ્મનને દરિયાની જેમ, ન માંગ એની પાસે
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home