પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું
લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
ઉમટ્યો અજંપો એને, પંડના રે
પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ રાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ રાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
–
અવિનાશ વ્યાસ
Labels: junu junu laage, pankhidane aa pinjaru, પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home