Tuesday, March 6, 2018

તમે મન મૂકીને વરસ્યા

 તમે મન મૂકીને વરસ્યા, અમે જનમ જનમનાં તરસ્યા.

તમે મુશળધારે વરસ્યા, અમે જનમ જનમનાં તરસ્યા.

હજાર હાથે તમે દીધું પણ ઝોળી અમારી ખાલી,

જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની,

તમે અમૃત રૂપે વરસ્યા, અમે ઝેરના ઘુંટડે તરસ્યા.

સ્નેહની ગંગા તમે વહાવી, જીવન નિર્મળ કરવા,

પ્રેમની જ્યોતિ તમે જલાવી, આતમ ઉજ્જવળ કરવા,

તમે સૂરજ થઇને ચમક્યા, અમે અંધારામાં ભટક્યા.

શબ્દે શબ્દે શાતા આપે, એવી પ્રભુની વાણી,

એ વાણીની પાવનતાને, અમે કદી ન પિછાણી,

તમે મહેરામણ થઇને ઉમટ્યા, અમે કાંઠે આવી અટક્યા.

No comments:

Post a Comment