शान्ताकारं भुजगशयनं
शान्ताकारं
भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम् । लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं
भवभयहरं सर्वलोकैकनाथम् ॥
शान्ताकारं - શાંત આકારવાળા, भुजगशयनं – શેષ નાગ ઉપર શયન કરનારા, पद्मनाभं – નાભીમાં જેને કમળ છે એવા, सुरेशं – દેવતાઓના ઇશ્વર, विश्वाधारं – વિશ્વના આધાર, गगनसदृशं – આકાશની પેઠે નિરાકાર, मेघवर्ण – મેઘ જેવા શ્યામ રંગવાળા, शुभाङ्गम् – કલ્યાણરૂપ શરીરવાળા, लक्ष्मीकान्तं – લક્ષ્મી ના પતિ, कमलनयनं – કમળ જેવા નેત્રવાળા, योगिभिर्ध्यानगम्यम्
– યોગીઓએ ધ્યાન વડે જાણવા યોગ્ય, वन्दे विष्णुं
भवभयहरं सर्वलोकैकनाथम् – સંસારના
ભય નો નાશ કરનારા, સર્વ
લોકના અધિપતિ એવા શ્રી વિષ્ણુ ને વંદન કરૂ છું.
જે મનુષ્ય નો આકાર શાંત
છે તે જ શેષ નાગ ઉપર શયન કરી શકે છે અને તે જ વિષ્ણુ ભગવાન છે. ભાવાર્થ: શેષ નાગ –
તેમને હજાર ફણા હોય છે - એટલે કે અનંત વૃત્તિઓ હોય છે તેના પર જે મનુષ્ય વિજય
મેળવીને તેના પર શાંતિથી શયન કરી શકે તે જ શાંત રહી શકે છે અને તેનો જ આકાર શાંત
હોય છે. વિષ્ણુ ભગવાનની નાભીમાં કમળ છે. ભાવાર્થ: પેટમાં અનેક વિધ ભોજન - પોષણ
લેવા થી જે મળ રૂપી કાદવ ઉત્પન્ન થાય છે તેમાંથી જે મનુષ્ય સુન્દર આચાર – વિચાર
રૂપી કમળ ઉત્પન્ન કરી શકે છે અને તેના પર બ્રહ્મા ઉત્પન્ન કરી શકે છે તે જ વિષ્ણુ
ભગવાન છે. બ્રહ્માને સૃષ્ટિ કર્તા કહ્યા છે એટલે શરીર ને જે પોષણ મળે છે તેના દ્વારા
અનેક કોષો ઉત્પન્ન થાય છે. જ્યાં અપ્રતિમ સુન્દરતાનું વર્ણન કરવુ હોય ત્યાં કમળના
ફૂલની ઉપમા આપવામાં આવે છે. કારણ કમળ જ એક એવુ ફૂલ છે કે જે કાદવમાંથી પોષણ મેળવે
છે એટલેકે ગંદકીમાંથી પણ સુન્દરતા ઉત્પન્ન કરી શકે છે. ભાવાર્થ: આ સંસારમાં અનેક
ખરાબીઓ છે પણ તેમાંથી પણ જે સુન્દર કમળ ખિલાવી શકે તેજ વિષ્ણુ ભગવાન. સુરેશ એટલે
ઇન્દ્ર એટલે ઇન્દ્રિયોના અધિપતિ- ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખી શકે છે તે. તેના પર
જે વિજય મેળવે એટલેકે જે ઇન્દ્રના પણ ઇશ્વર છે તે જ વિષ્ણુ ભગવાન અને તે જ દેહરૂપી
વિશ્વનો આધાર છે. તેમને ગગન – આકાશની જેમ કોઇના આધારની જરૂર નથી. અને આકાશ ની જેમ
અનંત – વિશાળ - નિરાકાર છે. મેઘ ના સમાન વર્ણ છે ભાવાર્થ: આકાશમાં જ્યારે વાદળ આવે
ત્યારે દરેક સજીવ શાંતિ પામે છે. અને તેના જળ વડે સર્વને પોષણ મળે છે અને સર્વ જીવ
વૃદ્ધિ પામે છે. દરેક અંગ શુભ છે. ભાવાર્થ: આ સૃષ્ટિ પર જે કાંઇ છે – સજીવ,
નિર્જીવ, સ્થાવર, જંગમ - તે સર્વ વિષ્ણુ ભગવાનના જ અંગ છે અને તે સર્વ શુભ છે તેવુ
જે મનુષ્ય વિચારે છે તે જ વિષ્ણુ ભગવાન છે. લક્ષ્મી ના પતિ – લક્ષ્મી ને
નિયંત્રણમાં રાખી શકે છે તે છે ભાવાર્થ: લક્ષ્મી એટલે ધન એટલે આપણે મન જે અત્યંત
કિમતિ - પ્રિય (જર, જમીન, જોરુ - છોરુ) છે તેને જ આપણે ધન કહીયે છીએ. તે સર્વ ધન
ના અધિપતિ – સર્વ ધનને જે મનુષ્ય નિયંત્રણમાં રાખી શકે છે તે જ વિષ્ણુ ભગવાન. કમળ
જેવા સુન્દર નેત્ર છે ભાવાર્થ: આ સૃષ્ટિ પર રહેલા સર્વ પદાર્થોને જે આંખ વડે કમળ
જેવા સુન્દર ગણી જુએ છે તે જ વિષ્ણુ ભગવાન. કાદવ સમાન પદાર્થોમાંથી પણ કમળ જેવી
સુન્દરતા શોધી - જોઇ શકે તેવી નજર હોય તે જ વિષ્ણુ ભગવાન. આવા ગુણો ધરાવતા મનુષ્ય
જ યોગીઓ એ ધ્યાન વડે જાણવા યોગ્ય છે. કારણકે આવા મનુષ્યો સર્વ લોકમાં કોઇ એક જ હોય
છે જે આ ભવ ના તમામ ભયનુ હરણ કરે છે અને તે જ સર્વ લોકોના અધિપતિ છે તેવા વિષ્ણુ
ભગવાનરૂપી મનુષ્ય ને વન્દન છે. Labels: गगनसदृशं, पद्मनाभं, भुजगशयनं, मेघवर्ण, विश्वाधारं, शान्ताकारं, सुरेशं
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home