સરકારી રત્નકણિકાઓ
- કામ કરે તેની ભૂલ થાય! અર્થાત જેની ભૂલ નથી થતી તે કામ
કરતા નથી!(ચોકસાઇવાળા છે એવુ નથી)
- જવાબદારી કોની? જે રાખે તેની.
- નિયમો કોને માટે? જે પાળે તેના માટે.
- કામ કોનુ? કરે તેનુ.
- ભૂલ કોણ સુધારે? જેને ભૂલ દેખાય તે.
- ભૂલ કોની? જે સુધારે તેની.
- કમળ કાદવમાં ખીલે છે. અર્થાત કમળ ખીલવવુ હોય તો કાદવ
(ભ્રષ્ટાચાર) જરૂરી છે.
- કાગડા પાસે જ પુરી હોય છે. તેથી પુરી ખાવી હોય તો વખાણ
કરવા પડે.
- કાચબાઓએ રેસ જીતવી હોય તો સસલાને કોઇ પણ રીતે ઉંઘાડી દેવા
પડે.
- કામ કરે તે કાનજી અને લાભ લે તે લાલજી.
- સબસે ઉંચી શાખ પે ઉલ્લુ બેઠતા હૈ. ઉપરી અધિકારી બનવા
ઉલ્લુના ગુણ હોવા જરૂરી છે. દિવસે થઇ શકે તેવા કામ જોવા નહી અને રાતે – અંધારામાં
થાય તેવા અને થતા બધા જ કામ જોવા.
- લોકો તો વૃક્ષ જેવા છે. પથ્થર મારીએ તો જ ફળ આપે.
- બીરબલ (કાબેલિયત – આવડત ધરાવતા) થઇએ તો અકબર શોધવા જવુ
પડે. અકબર (અભણ- આવડત વગરના પણ સત્તા હોય તેવા) થઇએ તો નવ રત્નો શોધતા આવે.
- ભરેલો ઘડો પાણીમાં ડૂબી જાય, ખાલી ઘડો પાણીમાં હાલક ડોલક
થાય પણ અધૂરો ઘડો પાણીમાં આસાનીથી તરે છે તેથી સિસ્ટમની વૈતરણી પાર કરવા અધૂરો ઘડો
હોવુ જરૂરી છે.
- લાઇનમાં ઉભા ન રહેવુ પડે એટલે back door entry ચાલુ થઇ
પણ આજકાલ બધા જ back door entry મેળવવામાં ગર્વ અનુભવે છે. એટલે પાછલા બારણે પણ લાંબી
લાઇન થઇ ગઇ છે.
- ગાંધીને ગોળી અને કસાબને બિરિયાની.
- ગાંધી તો ખિસ્સામાં જ સારા.
- ગાંધી તેમના આદર્શ છે, કારણકે તેઓ હમેશા ગાંધી ના
ફોટાવાળી નોટો જ્યાંથી મળે ત્યાંથી અને જે રીતે મળે તે રીતે ભેગી કરે છે.
- ગાંધીને ખિસ્સામાં રાખી ફરનારાની જ બોલબાલા છે.
- સત્યનો વિજય અંતે જ થાય છે. અર્થાત સત્યનો વિજય થાય ત્યારે સમજવુ કે અંત નજીક
છે.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home