gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Tuesday, June 25, 2019

“દુર્ગા – The invincible.”

દુર્ગા એટલે દુર્ગ કે જ્યાં કોઇ દુશ્મન ન પહોંચી શકે 

તેવો અજેય સુરક્ષિત કિલ્લો. દુર્ગા કે જેના શરણમાં

રહેલ તમામ સુરક્ષિત છે. જ્યાં કોઇ દૈત્ય (અનિષ્ટ) 

પહોંચી ન શકે, ટકીન શકે, જીવી ન શકે. 

દુર્ગા(નારી શક્તિ)પાસે કેવળ દેવો (ઇષ્ટ) જ રહી 

શકે છે.દેવ અને દૈત્યના યુદ્ધમાં જ્યારે બધાજ દેવો (પુરૂષ) ભેગા મળીને પણ દૈત્ય નો નાશ ન કરી શક્યા ત્યારે તેઓ દુર્ગાને (નારી શક્તિ) શરણે ગયા. એટલેકે જ્યાં દેવોની શક્તિ નો અંત આવે છે ત્યાંથી દુર્ગા (નારી શક્તિ) ની શક્તિ શરૂ થાય છે. કોઇ પણ દેવી જુઓ તો તેમનું વાહન કોઇ ખુંખાર, હિંસક પ્રાણી જ હોય છે. એટલેકે જેનાથી બધા ડરતા હોય તેને તે પોતાના વશમાં રાખી શકે છે. પોતાનું ધાર્યુ કામ કરાવી શકે છે. અને કોઇનાથી ડરતી નથી. 
દરેક સ્ત્રીએ કહેવુ જોઇએ:
હું કંઇ ઝાંસીની રાણી નથી કે ખૂબ લડી પણ અંતે તો
મરી ગઈ. (હારી ગઈ)

હું દુર્ગા છું. બધાની શક્તિનો અંત આવે ત્યાંથી મારી


શક્તિ શરૂ થાય છે.


“શક્તિ”નું સ“શક્તિ”કરણ કરવાની જરૂર પડે એવા 

સમાજ કે કુટુમ્બીઓ ની કેળવણી જ અધૂરી 

કહેવાય!!! આપણે શક્તિ મેળવવા દેવીની પૂજા 

કરીએ અને પછી જ્યારે દેવી શક્તિ આપે ત્યારે તે 

દેવીને અબળા ગણવાની ભૂલ કરનારને જ દૈત્ય 

કહેવાય અને તેનેજ દુર્ગાનો સામનો કરવો પડે છે.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home