Friday, September 23, 2011
Poem- raakh na ramakada
રાખનાં રમકડાં
મ્હારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને
ભાખ્યાં રે-
રાખનાં રમકડાં
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મ્હારું, આ ત્હારું કહીને એકબીજાને ભાંડે રે
રાખનાં રમકડાં
હે... કાચી માટીની કાયા સાથે
માયા કેરા રંગ લગાયા (૨)
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં, ત્યાં તો વીંજણલા વીંઝાયા રે!
રાખનાં રમકડાં
અંત અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી
તનડા ને મનડાની વાતો આવી તેવી ગઈ!
રાખનાં રમકડાં
-અવિનાશ વ્યાસ

Poem on family loving women
‘ખાના બનાતી સ્ત્રીર્યાં’
‘જ્યારે તે બુલબુલ હતી ત્યારે એણે રસોઇ કરી,
પછી હરિણી થઇને પણ રસોઇ પકાવી.
પછી તમે એની રસોઇ વખાણી,
એટલે બમણા ઉત્સાહથી રસોઇ પકાવી.
બચ્ચાને ગર્ભમાં સંતાડીને પણ એણે રસોઇ પકાવી.
પછી બચ્ચાને ગોદમાં લઇને એણે
પોતાનાં સ્વપ્નોમાં પણ રસોઇ કરી.
તમે એની પાસે અડધી રાતે રસોઇ કરાવી
વીસ માણસોની રસોઇ કરાવી.
એ આસમાનના સિતારાને સ્પર્શીને આવી
ત્યારે પણ બે બટેટામાંથી શાક બનાવ્યું.
દુખતી કમરમાં, ચડતા તાવમાં એણે રસોઇ કરી
એ કલર્ક થઇ, ઓફિસર થઇ, એ ડોક્ટર થઇ,
એ તંત્રી થઇ, એ અંતરિક્ષમાં જઇ આવી.
પણ દરેક વાર એની સામે કસોટી મૂકવામાં આવી: રસોઇ આવડે છે?
હવે એ થકાનની ચટ્ટાન ઉપર ચટણી વાટી રહી છે
રાતની કડાઇમાં પૂરીઓ તળી રહી છે
ગરમ ગરમ ફુલકાં ઉતારીને પતિને ખવડાવી રહી છે.
પણ પતિ બૂમ પાડે છે: ‘થૂ થૂ થૂ... આટલું બધું નમક?’
એ બિચારા પતિને ક્યાંથી ખબર હોય કે
ભૂલથી એના ખારા આંસુ જમીન ઉપર પડવાને બદલે
ફુલકાં ઉપર પડી ગયા છે.
ખાવાની ગંધથી જ એની ભૂખ મરી ગઇ છે.
એની અંદર ભરાઇ ગયો છે વઘારનો ધુમાડો
સ્ત્રીઓ રસોઇ બનાવે છે.
નાસ્તાના પૌંઆ પછી પરાઠા બનાવે છે
ભીંડી બનાવ્યા પછી કારેલાં છોલે છે...’‘
કવિ: કુમાર અંબુજ