gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Friday, October 7, 2016

શૂર્પણખા V/S સીતા, દ્રૌપદી


સમાજની આ કેવી બલિહારી, શૂર્પણખાના બચાવ માટે સહુ ભગવાન સાથે પણ યુધ્ધ કરે છે.

સીતાને અગ્નિ પરીક્ષા આપતા કે પછી ધરતીમાં સમાઈ જતા સહુ ચૂપચાપ જોયા કરે છે.

સહુ વિચારે છે કે સીતા પોતેજ શક્તિ સ્વરૂપા છે, અને તેના બચાવ માટે ખુદ ધરતી માતા છે.

પણ શૂર્પણખાનું તો આપણા સિવાય કોણ?

દ્રૌપદી ને પણ અસહાય દશામાં સહુ ચૂપચાપ જોયા કરે છે.  

સહુ વિચારે છે કે દ્રૌપદી પોતેજ શક્તિ સ્વરૂપા છે, અને તેના બચાવ માટે ખુદ શ્રી કૃષ્ણ સખા છે.

પણ શૂર્પણખાનું તો આપણા સિવાય કોણ?

સીતા જેવી સબળ નારી તે કંઇ સુવર્ણ મૃગ થી લોભાય? નક્કી તેથીજ રામાયણ સર્જાઈ.

પણ શૂર્પણખા ને તો હક્ક છે કે તે રામ જેવા પતિ નો લોભ રાખે, તેથી તેના કંઇ નાક કાન કાપી લેવાય?

સીતા જેવી પ્રબુધ્ધ નારી થી તો કંઇ લક્ષ્મણ રેખા ઓળંગાય? નક્કી તેથીજ રામાયણ સર્જાઈ.

પણ શૂર્પણખા તો  સ્ત્રી છે. તે કોઇના પણ પતિની ઈચ્છા રાખી શકે, તેથી તેના કંઇ નાક કાન કાપી લેવાય?

તેને સ્વતંત્રતાનો હક્ક છે. તેના હક્ક માટે લડવા છે આપણા સિવાય કોણ?

સીતાને આપેલ વચન પાળવાનો આટલો આગ્રહ તે રખાય? નક્કી તેથીજ રામાયણ સર્જાઈ.

રામ ભગવાન હોય તો પણ શું? આખરે સ્ત્રીની અવહેલનાનું પરિણામ તો તેમણે ભોગવવુજ રહ્યુ.
Dr. Gnaneshwary

Labels: , , , , , , ,

Saturday, October 1, 2016

હોડી લઈને હુ ચાલી


 
હોડી લઈને હુ ચાલી હતી દરિયા ની સૈર કરવા, હોડી તો મઝધારે ડૂબાડીને ચાલી ગઈ,
અહેસાન માનો તોફાનોનો કે દરિયા ની સૈર કરાવીને કિનારે પહોંચાડી દીધી.
Dr. Gnaneshwary

હે ભગવાન, મને પથ્થર ભલે બનાવજે, પણ કોઈના રસ્તાનો પથ્થર ન બનાવીશ.
નથી બનવુ મારે પથ્થરની મૂર્તિ, કે કંડારે કોઈ અને લોક પૂજા મારી કરે અને જરાક ખંડિત થાઉ તો કોઈ કામમાં ન આવુ.

મને બનાવજે કોઈ ઊંચી ઈમારતના પાયાનો પથ્થર, કે ખમી હર બોજ- ધ્રૂજારી ઈમારતને ક્ષેમ કુશળ રાખુ.
કે પછી બનાવજે કોઈ દેવાલયના પગથિયાનો પથ્થર, જેથી હરકોઈ પહોંચી શકે દેવસ્થાન સુધી,

અને જો તૂટી જાઊ તો પણ ફરીથી કામ માં આવુ.
Dr. Gnaneshwary


પુરુષ ચાહે સિંહ બને યા વાઘ, શેર બને યા બબ્બર શેર,
ઉન પર સવારી તો દુર્ગા હી કરતી હૈ.

ન ડર હૈ તુટને કા, ન ગમ હૈ બિખરને કા

લહેરોં સે સિખા હૈ હમને હુનર લૌટકર આને કા  

Labels: , , , , , , , , , ,