gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Monday, March 30, 2015

હૃદય પરના જખમોનું નક્શીકામ



બહુ સુંદર છે નક્શીકામ જખમોનું હૃદય પર,  
ઓ સંગાથી કલાકારો, તમારું કામ લાગે છે.
                                                                     - મરીઝ
લોકોએ અમારા જીવનબાગમાંથી ઘણા વૃક્ષો લીધા કાપી, 
પણ અમે તેમાંથી અમારા લક્ષ્યની કેડી કંડારી લીધી.  
લોકોએ તો અનેક હથોડા માર્યા અમને પત્થર ગણી, 
પણ દરેક ઘા સહી અમે અમારામાંથી મૂર્તિ કંડારી લીધી.
હૃદય પરના જખમોને કંઈક એવી રીતે અમે વર્ણવ્યા 
કે લોકોએ અમને અમર કલાકૃતિના સર્જનહાર દર્શાવ્યા.
હૃદય પરના જખમો પર કંઈક એવા રંગો અમે પૂર્યા 
કે લોકો તેને રંગોળી સમજી તેની નકલ કરવા લાગ્યા.
હૃદય પરના જખમોને કંઈક એવી રીતે અમે ગોઠવ્યા 
કે તેમાંથી ભાતીગળ નકશીકામ ઉભરી આવ્યુ.
હૃદય પરના જખમોને કંઈક એવી રીતે અમે સજાવ્યા 
કે લોકોએ તેને શણગારના નવા ચીલા ગણી વખાણ્યા. 
                                            - Dr. Gnaneshwary

સ્વીકારવાનું શાણપણ...




એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી
ભાગ્ય રૃઠે કે રીઝે એની તમા તેને નથી -,
એ જ શૂરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી.
ખીલે તે કરમાય છે, સરજાય તે લોપાય છે
જે ચઢે, તે તે પડે એ નિયમ પલટાતા નથી.
-
પ્રભુલાલ દ્વિવેદી



સમય બડો બળવાન છે,નહીં પુરુષ બળવાન
કાબે અર્જુન લૂંટિયો એ જ ધનુષ એ જ બાણ
સજ્જન આ સંસારમાં,ગર્વ છોડતાં શીખ
ભાગ્ય ફર્યું ત્યાં ભૂપતિ ભમતો માગે ભીખ
ધન જન સંપત સાહ્યબી, કાંઇ ન આવે સાથ
ઈશ્વરના દરબારમાં જાવું ખૂલ્લે હાથ
ડરવાનું દુષ્કર્મથી, એ જ જીવનનો સાર
મરવાથી ડરવું નહીં, મરવું એક જ વાર
હું પદથી હળવા થશો હું પદ કરો ન કો'
ધાર્યું આપણું ધૂળ છે. હરિ કરે સો હોય
પડતા પર પાટુ કદી દાઝયા ઉપર ડામ
દઈશ ના કોઈને કદી... એ દુર્જનનું કામ.

SHINE TO ELIMINATE DARKNESS



Stars need darkness to shine, 
but the Sun shines to eliminate darkness.
So shine, 
Never mind it may be 
With the support of darkness
Or to eliminate the darkness. 

કમળને ખીલવા કાદવ જરૂરી છે, 
પણ કમળ ખીલતા જ કાદવ નાશ પામે છે.      

વેદના, વ્યથા અને પીડા એટલો જ સમય રહે છે,  
જેટલો સમય આપણે તેને આપણામાં રહેવા દઈએ છીએ. 
સુખ અને આનંદને આપણે ટકવા દેતાં નથી. 
દુઃખ વખતે કેમ આપણે એવું કરતાં નથી?