gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Tuesday, July 5, 2016

ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી


હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
નવી ફેશનની ધૂન બધે લાગી,
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

વરણાગી વીરાની વરણાગી વહુ બનો,
થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો,
મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી,
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો
જુઓ લટકાળી લલનાઓ જાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો
ઊંચો ઊંચો સાલ્લો પહેર્યો છે સાવ ખોટો
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો
ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો
હવે નવયુગની વાંસલડી વાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

સ્વર : ગીતા રોય દત્ત
સંગીત : અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ : ગુણસુંદરી (૧૯૪૮)

 

Labels: , , ,

હાં...મણિયારો તે, હલુ હલુ થઈ વિયો રે…


હાં……..મણિયારો તે મણિયારો તે,
હલુ હલુ થઈ વિયો રે….
મુઝા દલડાં ઉદાસીમાં હોય રે,
છેલ મુઝો, વરગાણી મણિયારો,
હે છેલ મુઝો, પરદેશી મણિયારોમણિયારો.

હાં……..મણિયારો તે કળાયેલ મોરલો રે
કાંઈ હું રે ઢળકતી ઢેલ રે,
છેલ મુઝો, વરગાણી મણિયારો…. મણિયારો.

હાં……..મણિયારો તે મહેરામણ મીઠડો
કંઈ હું તો સમદરિયાની લહેર રે,
હેલ મુઝો, હાલારી મણિયારોમણિયારો.

હાં……..મણિયારો જી અષાઢી મેહુલો રે
કાંઈ હું તો વાદળ કેરી વીજ રે,
હેલ મુઝો, હાલારી મણિયારોમણિયારો.

હાં……..અણિયાળી રે ગોરી તારી આંખડી રે,
હાં રે આંજેલ એમાં મેશ રે,
હેલ મુઝો, વરણાગી મણિયારો,
હેલ મુઝો, હાલારી મણિયારોમણિયારો.

હાં……..મણિયારો તે અડાબીડ આંબલો ને,
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે,
છેલ મુઝો, હાલારી મણિયારો,
હે છેલ મુઝો, પરદેશી મણિયારોમણિયારો.

હાં……..પનિહારીનું ઢળકતું બેડલું રે
કાંઈ હું રે, છલકતું એમાં નીર રે,
છેલ મુઝો, વરણાગી મણિયારો,
છેલ મુઝો, હાલારી મણિયારો…. મણિયારો. 

--અવિનાશ વ્યાસ

 

Labels: , ,

નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે….


નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે
તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહો
જરા ઉભા રહો, જરા ઉભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,
નજરના જામ….
મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરો
મેં તો આપ્યા છે ફુલ મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….
થઇને પુનમની રાત તમે આવ્યા હતા
થઇને જીવન પ્રભાત તમે આવ્યા હતા
તમે આવ્યા હતા, તમે આવ્યા હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે
બરકત વિરાણી બેફામ

Labels: ,

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે


પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ રાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે 

 અવિનાશ વ્યાસ

Labels: , ,

છેલાજી રે... મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો


છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલ્યા પાટણ શેરની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

 --અવિનાશ વ્યાસ

Labels: , , , ,

તારી આંખનો અફીણી


તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલોહે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલોહે તારા રૂપની
તારી આંખનો અફીણી….

ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલોહે તારા રૂપની
તારી આંખનો અફીણી….

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલોહે તારા રૂપની
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલોહે તારા રૂપની
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલોહે તારા રૂપની
તારી આંખનો અફીણી….

--વેણીભાઇ પુરોહિત 

Labels: , , , ,