ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
નવી ફેશનની ધૂન બધે લાગી,
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો,
મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી,
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
જુઓ લટકાળી લલનાઓ જાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
ઊંચો ઊંચો સાલ્લો પહેર્યો છે સાવ ખોટો
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો
હવે નવયુગની વાંસલડી વાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
સંગીત : અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ : ગુણસુંદરી (૧૯૪૮)
Labels: o bhabhi tame, tame thoda thoda thaav varnagi, તમે થોડા થોડા થાવ વરણાગી, હવે થોડા થોડા