આ આપણી - આપણા સમાજ ની કમનસીબી છે કે આપણે બેટી બચાવો, બેટી ભણાવો, જેવા સૂત્રો બોલવા પડે છે, મહિલા દિવસ, મહિલા પખવાડિયું, જેવા ઉત્સવોની ઉજવણી કરવી પડે છે, અને મહિલા સશક્તિકરણ જેવા અભિયાન ચલાવવા પડે છે.
શું બેટીઓએ- દીકરીઓએ જન્મ લેવા માટે પણ સંઘર્ષ કરવો પડે? અને આ સંઘર્ષ કોની સામે ? પોતાની માતા સામે? પોતાના પિતા સામે? પોતાના દાદા-દાદી સામે? કે પછી ભવિષ્યનાં તેનાં કહેવાતાના તમામ સ્વજનો સામે?
જો એમજ હોય તો પછી કહેવું જ પડે કે
“તુમ્હી નાં સંવારોગે તો ક્યા કોઈએ સંવારેગા? ઓ પાલનહારે!”
કારણકે જન્મ પછી તો આ બધા લોકોજ તેનું પાલન પોષણ કરવાના છે. અને તેમની જ દિકરી માટેની માન્યતા આવી હોય તો એ દિકરી સંઘર્ષ કરીને પણ જન્મ લે તો તેનો સંઘર્ષ ક્યારેય પૂરો નહિ થાય પરંતુ વધતો જ જવાનો. અને જ્યારે આપ્તજનો નો સાથ ના મળે ત્યારે એ સંઘર્ષ કેટલો અને કેવો થઈ શકે? એ દિકરી હંમેશા એવી લાગણી અનુભવે કે
“દુનિયા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા”
શું આપણે તેને એવું વાતાવરણ ન આપી શકીએ કે તેને એવું લાગે કે
“જીવન હૈ એક સપના મધુર સુહાના સપના”
આ માટે આપણે બધાએ એકજુટ થઈને પ્રયાસ કરવો પડશે. એક એવું વાતાવરણ ઉભુ કરવું પડશે કે દિકરીઓને પણ લાગે કે તેમને એક વ્યક્તિ તરીકેની માન્યતા મળે છે.
જેમ નાતજાતના વાડા, વર્ણ ભેદ, રંગ ભેદ, વગેરે એ સામાજીક મૂલ્યો નુ અધ:પતન કર્યું છે તેમ જ લિંગ ભેદ એ માનવીય મૂલ્યો નુ અધ:પતન કર્યું છે. “કુદરતને તો બક્ષી થી હમે એક હી ધરતી હમને કહી ભારત કહી ઈરાન બનાયા” આ બધા વાડા નુ સર્જન મનુષ્યોએ – આપણે કર્યું છે. પશુ-પંખી પણ આ પૃથ્વી પર કોઈ પણ જાતના ભેદભાવ વગર રહે છે. તો આપણે મનુષ્યો ન રહી શકીએ?
આપણે જો કોઇ વ્યક્તિને મનુષ્યનો દરજ્જો આપીએ તો પછી બીજા કોઈ આરક્ષણ કે સામાજીક અધિકારની જરૂર ન રહે.
Labels: woman's day, womens day, બેટી બચાવો, બેટી ભણાવો, મહિલા દિવસ, મહિલા પખવાડિયું, મહિલા સશક્તિકરણ