શૂર્પણખા V/S સીતા, દ્રૌપદી
સમાજની આ કેવી બલિહારી,
શૂર્પણખાના બચાવ માટે સહુ ભગવાન સાથે પણ યુધ્ધ કરે છે.
સીતાને અગ્નિ પરીક્ષા આપતા કે
પછી ધરતીમાં સમાઈ જતા સહુ ચૂપચાપ જોયા કરે છે.
સહુ વિચારે છે કે સીતા પોતેજ
શક્તિ સ્વરૂપા છે, અને તેના બચાવ માટે ખુદ ધરતી માતા છે.
પણ શૂર્પણખાનું તો આપણા સિવાય
કોણ?
દ્રૌપદી ને પણ અસહાય દશામાં
સહુ ચૂપચાપ જોયા કરે છે.
સહુ વિચારે છે કે દ્રૌપદી
પોતેજ શક્તિ સ્વરૂપા છે, અને તેના બચાવ માટે ખુદ શ્રી કૃષ્ણ સખા છે.
પણ શૂર્પણખાનું તો આપણા સિવાય
કોણ?
સીતા જેવી સબળ નારી તે કંઇ
સુવર્ણ મૃગ થી લોભાય? નક્કી તેથીજ રામાયણ સર્જાઈ.
પણ શૂર્પણખા ને તો હક્ક છે કે
તે રામ જેવા પતિ નો લોભ રાખે, તેથી તેના કંઇ નાક કાન કાપી લેવાય?
સીતા જેવી પ્રબુધ્ધ નારી થી તો
કંઇ લક્ષ્મણ રેખા ઓળંગાય? નક્કી તેથીજ રામાયણ સર્જાઈ.
પણ શૂર્પણખા તો સ્ત્રી છે. તે કોઇના પણ પતિની ઈચ્છા રાખી શકે,
તેથી તેના કંઇ નાક કાન કાપી લેવાય?
તેને સ્વતંત્રતાનો હક્ક છે.
તેના હક્ક માટે લડવા છે આપણા સિવાય કોણ?
સીતાને આપેલ વચન પાળવાનો આટલો
આગ્રહ તે રખાય? નક્કી તેથીજ રામાયણ સર્જાઈ.
રામ ભગવાન હોય તો પણ શું? આખરે
સ્ત્રીની અવહેલનાનું પરિણામ તો તેમણે ભોગવવુજ રહ્યુ.
Dr. Gnaneshwary
Labels: agni pariksha, draupadi, krishna, ram, sita, અગ્નિ પરીક્ષા, દ્રૌપદી, શૂર્પણખા V/S સીતા