gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Wednesday, February 28, 2018

પયગંબરની સહી નથી

મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારૂં થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.
હિચકારું કૃત્ય જોઈને ઈન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી.
ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
ઊઠ-બેસમાં જો ભૂલ પડે મનના કારણે,
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી
-જલન માતરી

કોઈ પયગમ્બર નહીં આવે


દુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.

છે મસ્તીખોર કિન્તુ દિલનો છે પથ્થર નહીં આવે,
સરિતાને કદી ઘર આંગણે સાગર નહીં આવે.

ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઈ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.

દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર, નહીં આવે.

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
જલનની લાશ ઊંચકવા અહીં ઈશ્ર્વર નહીં આવે.

જુદી બંદગી છે નમાજે – નમાજે.


જુદી જિંદગી છે મિજાજે મિજાજે;
જુદી બંદગી છે નમાજે નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે મલાજે.
તમે કેમ ગાફિલહજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે.

મનુભાઇ ત્રિવેદી ગાફિલ

Monday, February 26, 2018

ઇંસાન કી નિયત

ચાકુ તો ચાકુ હી રહેગા ચાહે ઉસસે જાન બચાઓ યા લો ઉસસે જાન યહ તો ઇંસાન કી નિયત પે હૈ.
પ્યાલા તો પ્યાલા હી રહેગા ચાહે ઉસસે દૂધ પીયો યા જામ યહ તો ઇંસાન કી નિયત પે હૈ.
પાની તો પાની હી રહેગા ચાહે ઉસસે કીસીકી પ્યાસ બુઝાઓ યા આંસુ બનાકર બહાઓ યહ તો ઇંસાન કી નિયત પે હૈ.   
પત્થર તો પત્થર હી રહેગા ચાહે ઉસસે મૂરત બનાઓ યા બનાઓ દિવાર યહ તો ઇંસાન કી નિયત પે હૈ.
ફૂલ તો ફૂલ હી રહેગા ચાહે ઉસસે સજાઓ પૂજા થાલ યા ફિર સજાઓ કફન યહ તો ઇંસાન કી નિયત પે હૈ.  
ધરતી તો ધરતી હી રહેગી ચાહે ઉસમે ધાન ઉગાઓ યા કર દો કિસીકો દફન યહ તો ઇંસાન કી નિયત પે હૈ.
આગ તો આગ હી રહેગી ચાહે ઉસસે ચુલ્હા જલાઓ યા ફિર કિસીકા બદન યહ તો ઇંસાન કી નિયત પે હૈ.
નારી તો નારી હી રહેગી ચાહે માનો ઉસે શક્તિ યા માનો અબલા યહ તો ઇંસાન કી નિયત પે હૈ.

Dr. Gnaneshwary

લોગ કહાં હૈ?

બહુ રત્ના વસુંધરા આજ ભી હૈ પર ઉસે પરખનેવાલે અકબર કહાં હૈ?
મોતીયોં કા ચારા આજ ભી હૈ પર ઉસે ચુગનેવાલે હંસ કહાં હૈ?
કંકરોં કી ભી કમી નહીં દરિયામેં પર ઉસે મોતી બનાનેવાલે છીપ કહાં હૈ?
રોશની હર તારે મેં હૈ પર ઉસે સૂરજ બનાકર પૂજનેવાલે લોગ કહાં હૈ?
હર પર્બત પર સંજીવની આજ ભી હૈ પર ઉસે લાનેવાલે હનુમાન કહાં હૈ?
હર ધારા મેં ગંગા આજ ભી હૈ પર ઉસે સિર પર ધરનેવાલે શિવ કહાં હૈ?
હર બચ્ચે મેં રામ આજ ભી હૈ પર ઉસે જન્મ દેનેવાલે દશરથ કહાં હૈ?
હર ચીંગારી મેં આગ આજ ભી હૈ પર ઉસે ભડકાનેવાલે શોલે કહાં હૈ?
હર પત્થરમેં મૂરત આજ ભી હૈ પર ઉસે ઘડનેવાલે શિલ્પકાર કહાં હૈ?

Dr. Gnaneshwary 

સૂર્યોદય


આપણે સૂર્યોદય સમયે ઉગતા સૂર્યની પૂજા કરીએ છીએ. અને સૂર્યાસ્ત સમયે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય આપીને સન્માન પૂર્વક વિદાય આપીએ છીએ.  કારણકે તેનો પ્રકાશ અને ગર્મી તેની પોતાની છે.
જ્યારે ચંદ્ર ગમે તેટલો સુંદર હોય અજવાળુ પણ ક્યારેક આપતો હોય પણ આપણે ચંદ્રોદય કે ચંદ્રાસ્ત નો ઉલ્લેખ પણ કરતા નથી કે તેની નોંધ પણ લેતા નથી. કારણકે તેની સુંદરતા, અજવાળુ કે શિતળતા સૂર્ય પાસેથી મેળવેલી છે. તેની પોતાની નથી.
તેથીજ ઉછીની મેળવેલી કોઇ પણ સિદ્ધિની ક્યારેય પ્રશંસા થતી નથી.
તેથી ઉગવુ તો સૂર્યની જેમ અને આથમવુ તો પણ સૂર્યની જેમ. કારણકે જ્યારે સૂર્ય આથમતો હોય છે ત્યારે ચંદ્ર ઉગતો હોય છે તો પણ કોઇ ઉગતા ચંદ્રની પૂજા કરતા નથી. એટલે ‘ઉગતાને સહુ પૂજે’ તે ઉક્તિ સાચી પડતી નથી. અને અસ્ત થતા સૂર્યની પણ ગરિમા એટલીજ છે જેટલી ઉદય પામતા સૂર્યની. કારણકે સૂર્ય તો સૂર્ય જ છે ચાહે ઉદય પામે કે અસ્ત થાય.
માટે ઉછીની રોશની કરતા જાતે મેળવેલી, કેળવેલી લાયકાત જ ગરિમામય છે. એટલે સહુ કોઇએ પોતાની લીટી લાંબી કરવા પ્રયત્નશીલ રહેવુ જોઈએ નહી કે બીજાની લીટી ટુંકી કરીને પોતાની લીટી લાંબી બતાવવાનો પ્રયત્ન કરવાથી તે તમારી બરાબરી કરી શકે તેમ છે તે તો તમે પોતેજ કબૂલ કરો છો. વળી જો તમારુ રબર સારી ગુણવત્તાનું નહી હોય તો તેની લીટી ભુંસાશે પણ નહી. માટે સારા રબર માટે નહી પણ સારી પેન્સિલ ખરીદવા માટે ખર્ચ કરવો.

Dr. Gnaneshwary

quotes


To do things “right” follow the “wrong” side because the “Heart” is always on the “wrong” side.

ચંપા તુઝમેં તીનો ગુણ
રંગ, રૂપ અરૂ બાસ,
કોઇ ભી ના હૈ અવગુણ
તોયે ભ્રમર ન આવે પાસ.


જીવન એક નાટક છે. ભજવી લો.
જીવન એક કિતાબ છે. વાંચી લો.
જીવન એક પ્રવાસ છે. માણી લો.
જીવન એક યુધ્ધ છે. લડી લો.
જીવન એક રસ્તો છે. ચાલતા રહો.
જીવન એક ઉત્સવ છે. ઉજવી લો.
જીવન એક કેડી છે. કંડારી લો.
જીવન એક રમત છે. રમી લો.
જીવન એક પરિક્ષા છે. પાસ કરી લો.
જીવન એક મેળો છે. માણી લો.
જીવન એક દરિયો છે. ખેડી લો.
જીવન એક પાક છે. લણી લો.
જીવન એક બાગ છે. ફરી લો.
જીવન એક મુકામ છે. પામી લો.
જીવન એક તક છે. ઝડપી લો.

ના જોઇએ મારે હોડી કે હલેસા નો આધાર,
ના કંઇ ખબર પડે કે ક્યારે ડૂબાડે મઝધાર.
હવે તો બસ તોફાનો જ છે આધાર,
કે તે તો કરાવશેજ દરિયો પાર.

બાળકોને તેમની જાતે ખીલવા દો, તેમને જરૂરી જગ્યા આપો.
બાળકો તો કુમળા છોડ જેવા છે, તેને જેમ વાળો તેમ વાળી શકાય.
બાળકો ભીની માટી જેવા છે, તેને જેવો આકાર આપવો હોય તેવો આપી શકાય.

હોડી હલેસા લીધા નથી કોઇ સાધન દરિયો તરી જવાના,
કે તોફાનોને સહારે કિનારે પહોંચી જવાના.
આશા હતી કે મઝધારે કશ્તિ મળી જવાની,
હરીચ્છા હતી કે કિનારે મળી વહાણની સવારી.

આવી પળ જાણી શકી ના હું,
હતી પળ માણી શકી ના હું,
ગઇ પળ પાછી આણી શકી ના હું.

દુઃખ નથી હોડી કે હલેસા ન મળ્યાનું, સુખ છે કે તોફાનો પણ સાહિલ બન્યાનું.

If you stand for a cause, stand tall like a tree – unshakable against all storms and even if you fall, fall like a seed – to grow again.


લોકો તમારી પાછળ બોલે એનો અર્થ એ જ કે તમે તેમના કરતા આગળ છો અને તેમની તમારાથી આગળ આવવાની લાયકાત નથી.  

Past year is like our parents from whom we learn to live our life. With their help and support we recognized our capacity. We found our own self.
Coming year is like our baby. We wish them all the best things in the world. We remain there as a wall to resist all the evils towards them so as to ensure their safety and to give all the comforts available. But still teach them to learn to stand alone strongly against all the misfortunes.