Friday, April 5, 2019
Government ABCD - સરકારી કક્કો - Full form of RTI
Government ABCD
A Avoid
B Bypass
C
Complicate
D Delay
સરકારી કક્કો
ક–કામચોરી
ખ–ખાયકી
ગ–ગણત્રીબાજ
ઘ–ઘાલમેલ
ચ–ચાલે હવે
છ–છોને
જ–જાને
ઝ– ઝોલ નાખો
ટ–ટાઇમ
પાસ
ઠ–ઠેલમઠેલ
ડ– ડીંડવાણા
ઢ– ઢોંગી
ત–તુમારશાહી
થ–થાય છે
દ–દો ઔર દો પાંચ
ધ–ધક્કેલ પંચા દોઢસો
ન–નોટ
પ–પે
એન્ડ યુઝ
ફ–ફતવો
બ–બહાનાબાજી
ભ–ભ્રષ્ટાચાર
મ–મારા કેટલા
ય–યુઝ એન્ડ થ્રો
ર–રાખી મૂકો
લ–લાવ ને
વ–વહીવટ
શ–શાસન
સ–સરકાર
હ–હળી
કરવી
ક્ષ– ક્ષમતા હિન
જ્ઞ– જ્ઞાન શૂન્ય
Full form of RTI
R Reject
T Transfer
I Irrelevant information
સરકારી રત્નકણિકાઓ
- કામ કરે તેની ભૂલ થાય! અર્થાત જેની ભૂલ નથી થતી તે કામ કરતા નથી!(ચોકસાઇવાળા છે એવુ નથી)
- જવાબદારી કોની? જે રાખે તેની.
- નિયમો કોને માટે? જે પાળે તેના માટે.
- કામ કોનુ? કરે તેનુ.
- ભૂલ કોણ સુધારે? જેને ભૂલ દેખાય તે.
- ભૂલ કોની? જે સુધારે તેની.
- કમળ કાદવમાં ખીલે છે. અર્થાત કમળ ખીલવવુ હોય તો કાદવ (ભ્રષ્ટાચાર) જરૂરી છે.
- કાગડા પાસે જ પુરી હોય છે. તેથી પુરી ખાવી હોય તો વખાણ કરવા પડે.
- કાચબાઓએ રેસ જીતવી હોય તો સસલાને કોઇ પણ રીતે ઉંઘાડી દેવા પડે.
- કામ કરે તે કાનજી અને લાભ લે તે લાલજી.
- સબસે ઉંચી શાખ પે ઉલ્લુ બેઠતા હૈ. ઉપરી અધિકારી બનવા ઉલ્લુના ગુણ હોવા જરૂરી છે. દિવસે થઇ શકે તેવા કામ જોવા નહી અને રાતે – અંધારામાં થાય તેવા અને થતા બધા જ કામ જોવા.
- લોકો તો વૃક્ષ જેવા છે. પથ્થર મારીએ તો જ ફળ આપે.
- બીરબલ (કાબેલિયત – આવડત ધરાવતા) થઇએ તો અકબર શોધવા જવુ પડે. અકબર (અભણ- આવડત વગરના પણ સત્તા હોય તેવા) થઇએ તો નવ રત્નો શોધતા આવે.
- ભરેલો ઘડો પાણીમાં ડૂબી જાય, ખાલી ઘડો પાણીમાં હાલક ડોલક થાય પણ અધૂરો ઘડો પાણીમાં આસાનીથી તરે છે તેથી સિસ્ટમની વૈતરણી પાર કરવા અધૂરો ઘડો હોવુ જરૂરી છે.
- લાઇનમાં ઉભા ન રહેવુ પડે એટલે back door entry ચાલુ થઇ પણ આજકાલ બધા જ back door entry મેળવવામાં ગર્વ અનુભવે છે. એટલે પાછલા બારણે પણ લાંબી લાઇન થઇ ગઇ છે.
- ગાંધીને ગોળી અને કસાબને બિરિયાની.
- ગાંધી તો ખિસ્સામાં જ સારા.
- ગાંધી તેમના આદર્શ છે, કારણકે તેઓ હમેશા ગાંધી ના ફોટાવાળી નોટો જ્યાંથી મળે ત્યાંથી અને જે રીતે મળે તે રીતે ભેગી કરે છે.
- ગાંધીને ખિસ્સામાં રાખી ફરનારાની જ બોલબાલા છે.
- સત્યનો વિજય અંતે જ થાય છે. અર્થાત સત્યનો વિજય થાય ત્યારે સમજવુ કે અંત નજીક છે.